ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે, જેના કારણે 3 લાખથી વધુ લોકો વીજ સમસ્યાને લીધે અંધારપટનો સામનો કરી રહ્યા છે.
બીજી શ્રેણીનો ચક્રવાત, આલ્ફ્રેડ નીચાણવાળા વિસ્તારમાં નબળું પડી ગયું હતું, પરંતુ તેમ છતાં ભારે વરસાદ અને તીવ્ર પવનોના કારણે ગઈકાલે લેન્ડફોલ પછી પૂરની ચેતવણીઓ વચ્ચે તારાજી સર્જાઇ હતી.
હવામાનશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે વધુ ભારે વરસાદને કારણે અચાનક પૂર આવી શકે છે, ખાસ કરીને ક્વીન્સલેન્ડની રાજધાની બ્રિસ્બેનમાં ઇમરજન્સી સેવાઓએ અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘૂંટણ સુધીના પૂરના પાણી ભરાયાની જાણ કરી હતી, જેના કારણે બચાવ કામગીરી શરૂ થઈ હતી. અધિકારીઓએ સાવચેતીના ભાગ રૂપે લગભગ 1 હજાર શાળાઓને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.
Site Admin | માર્ચ 9, 2025 7:58 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયામાં, એક વ્યક્તિ ડૂબી ગઈ છે, અને 13 સૈનિકો ઘાયલ થયા છે કારણ કે ઉષ્ણકટિબંધીય ચક્રવાત આલ્ફ્રેડ દેશના પૂર્વ કિનારા પર અસર પહોંચાડી રહ્યું છે.
