ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે.
વિક્ટોરિયન ઇમરજન્સી સેવાઓએ આજે મેલબોર્નથી લગભગ 250 કિમી પશ્ચિમમાં આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કના દક્ષિણપશ્ચિમ કિનારાના 4 નાના શહેરોના રહેવાસીઓને તકેદારીના ભાગરૂપે વિસ્તાર ખાલી કરવા જણાવ્યું હતું.
આજે સવારે વિક્ટોરિયા ઇમરજન્સી દ્વારા જારી કરાયેલી ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રિ દરમિયાન આગ વધુ પ્રસરે તેવી શક્યતાના પગલે સ્થળાંતર કરવું જરૂરી છે..
Site Admin | જાન્યુઆરી 30, 2025 2:07 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યની રાજધાની પશ્ચિમ મેલબોર્નમાં જંગલોમાં લાગેલી આગ વિકરાળ બનતા નાગરિકોને સ્થળાંતર કરવા સૂચના આપવામાં આવી છે
