ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 23, 2024 8:29 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયા

printer

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયા સામે 46 રનની સરસાઈ મેળવી છે

ઓસ્ટ્રેલિયાના પર્થમાં રમાઈ રહેલી પહેલી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે પહેલી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 104 રને ઓલઆઉટ કરીને 46 રનની સરસાઈ મેળવી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે બીજી ઇનિંગમાં વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે. આ સાથે ભારતની કુલ સરસાઈ 218 રનની થઈ છે. ઓસ્ટ્રેલિયાએ મિચેલ સ્ટાર્કના 26 અને એલેક્સ કેરીના 21 રનની મદદથી પહેલી ઇનિંગમાં 104 રન નોંધાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહે પાંચ, હર્ષિત રાણાએ 3 અને મોહમ્મદ સિરાજે બે વિકેટો ઝડપી છે. આજે બીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતે યશસ્વી જયસ્વાલના 90 અને કે.એલ. રાહુલના 62 રનની મદદથી વિના વિકેટે 172 રન નોંધાવ્યા છે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ