ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

નવેમ્બર 22, 2024 7:09 પી એમ(PM) | બોર્ડર-ગાવસ્કર ટ્રોફી

printer

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી

ઓસ્ટ્રેલિયાના પર્થમાં આજથી શરૂ થયેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટમાં પહેલાં જ દિવસે સત્તર વિકેટ પડી ગઇ હતી.. પ્રથમ દિવસની રમત પૂરી થઇ ત્યારે ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં સાત વિકેટે 67 રન કર્યા હતા. કેપ્ટન જસપ્રીત બુમરાહે વેધક બોલિંગ કરીને યજમાન ટીમની ચાર વિકેટ ખેરવી હતી.
જોકે ટોસ જીતીને પહેલા બેટિંગ કરતાં ભારતની ટીમ માત્ર 150 રનમાં તંબુ ભેગી થઇ ગઇ હતી.. ટેસ્ટ કેપ મેળવનાર નીતિશ કુમાર રેડ્ડીએ સૌથી વધુ 59 બોલમાં 41 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ