ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતને 10 વિકેટે હરાવીને પાંચ મેચની શ્રેણી 1-1થી સરભર કરી લીધી છે. મેચના ત્રીજા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમે 19 રનનો લક્ષ્યાંક કોઈપણ નુકશાન વિના હાંસલ કર્યો હતો. આ પહેલા ભારતે 5 વિકેટે 128 રનથી બીજી ઇનિંગ શરૂ કરી હતી અને આખી ટીમ 175 રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતે પ્રથમ દાવમાં 180 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 337 રન બનાવ્યા હતા અને ટ્રેવિસ હેડના શાનદાર 140 રનની મદદથી 157 રનની લીડ મેળવી હતી. હેડને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. શ્રેણીની ત્રીજી મેચ 14 ડિસેમ્બરથી બ્રિસ્બેનમાં રમાશે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 7:54 પી એમ(PM)