ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી એન્થોની આલ્બાની સે મેલબોર્નથી પશ્ચિમમાં લગભગ 230 કિલોમીટર દૂર આવેલા ગ્રેમ્પિયન્સ નેશનલ પાર્કમાં ભીષણ આગથી પ્રભાવિત લોકો માટે કટોકટીની જાહેરાત કરી છે. શ્રી અલ્બેનીઝે આજે બુશફાયરથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યું. તેમણે કહ્યું કે ફેડરલ અને રાજ્ય સરકાર આ આગથી સીધી અસરગ્રસ્ત કામદારો અને વેપારીઓને આવતીકાલથી આપત્તિ પુનઃપ્રાપ્તિ ચુકવણી કરશે. આ ચૂકવણીઓ 13 અઠવાડિયા સુધી સહાય પૂરી પાડશે. 6 ડિસેમ્બરે વીજળી પડતાં આગ ફાટી નીકળી હતી. ધીરેધીરે આ આગ 70 હજાર હેક્ટરથી વધુ ખેતરો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને ખાનગી મિલકતોમાં ફેલાઈ ગઈ હતી. હજુ સુધી કોઈના ઘાયલ થયાના સમાચાર નથી. પરંતુ મોટી સંખ્યામાં પશુઓ ગુમ થયાના અહેવાલ છે. અધિકારીઓએ ચેતવણી આપી છે કે આગ હજુ કેટલાક અઠવાડિયા સુધી ચાલુ રહી શકે છે.
Site Admin | ડિસેમ્બર 29, 2024 6:48 પી એમ(PM)