ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જાન્યુઆરી 24, 2025 2:11 પી એમ(PM) | ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસ

printer

ઓસ્ટ્રેલિયન ઓપનમાં નોવાક જોકોવિચ ઇજાગ્રસ્ત થતાં જર્મનીના એલકઝાન્ડર ઝેવરેવ પુરુષો સિંગલ્સની ફાઇનલમાં

ઓસ્ટ્રેલિયન ઓપન ટેનિસમાં, બીજા ક્રમાંકિત જર્મન ખેલાડી એલેક્ઝાન્ડર ઝેવરેવે પુરુષ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આજે મેલબોર્નના રોડ લેવર એરેના ખાતેની તેમની સેમિફાઇનલ મેચ દરમિયાન સાતમા ક્રમાંકિત નોવાક જોકોવિચ ઇજાને કારણે મેચમાંથી બહાર થતાં ઝેવરેવ ફાઇનલમાં રમશે.
10 વખતના ઓસ્ટ્રેલિયન ઓપન ચેમ્પિયન, જોકોવિચને પ્રથમ સેટ 7-6થી ગુમાવ્યા બાદ ઈજાના કારણે નિવૃત્તિ લેવાની ફરજ પડી હતી. આજે બીજી સેમિ ફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન અને ટોચના ક્રમાંકિત ઇટાલિયન ખેલાડી જેન્નિક સિનેર 21મા ક્રમાંકિત અમેરિકાના બેન શેલ્ટન સામે રમશે. ફાઇનલ મેચ રવિવારે રમાશે. મહિલા સિંગલ્સની ફાઇનલ આવતી કાલે રમાશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ