ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ-એઇમ્સે શંકાસ્પદ મન્કીપોક્સ વાઇરસ ધરાવતા દર્દીઓ માટે જરૂરી પગલાં અંગેની માર્ગદર્શિકા પ્રસિધ્ધ કરી છે. એઇમ્સે જણાવ્યું છે કે, તાવ, ફોલ્લી અથવા તો મન્કીપોક્સનાં પુષ્ટિ થયેલા કેસોનાં સંપર્કમાં આવ્યા હોય તેવા દર્દીઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે અને મહત્વનાં લક્ષણો ઓળખી કાઢવામાં આવે. સંસ્થાએ શંકાસ્પદ દર્દીઓને નિશ્ચિત આઇસોલેશન એરિયામાં ખસેડવા તમામ વિભાગોને નિર્દેશ આપ્યો છે અને મન્કીપોક્સના દર્દીઓ માટે પાંચ બેડ અલગ રાખ્યા છે. દિલ્હીની સફદરજંગ હોસ્પિટલને મન્કીપોક્સનાં દર્દીઓની સારવાર માટે નિર્દિષ્ટ કરવામાં આવી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:55 પી એમ(PM) | મન્કીપોક્સ વાઇરસ