ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇકાલે પ્રારંભ કરવામાં આવ્યો. ૨૩ ફેબ્રુઆરી સુધી ચાલનાર આ ફેસ્ટિવમાં સી-ફૂડના કુલ ૪૫ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
આ પ્રસંગે શ્રી પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દરિયા કિનારાઓ પર વિવિધ પ્રકારના ફેસ્ટિવલ યોજાતા હોય છે, પરંતુ સી-ફુડ ફેસ્ટિવલનું આયોજન કરવું એ એક મહત્વપૂર્ણ પગલું છે.
વધુમાં તેમણે કહ્યું કે, દાંડી ગામનો બીચ ટૂંક સમયમાં સંપૂર્ણ રીતે વિકસિત થઈ પ્રવાસન માટે એક મહત્વપૂર્ણ સ્થળ બનશે, જેનાથી ગામના લોકો માટે રોજગારની નવી તકો સર્જાશે. સાગર ખેડૂઓને સ્વરોજગારીની તકો વધારવા માટે પણ સરકાર પ્રયત્નશીલ હોવાનું જણાવ્યું હતું.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 3:30 પી એમ(PM)
ઓલપાડના દાંડી બીચ ખાતે ત્રી દિવસીય દાંડી સી ફુડ ફેસ્ટિવલ 2025નો વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના હસ્તે ગઇકાલે પ્રારંભ કરવામાં આવ્યો
