ઓમાનની રાજધાની મસ્કતમાં આજથી જુનિયર મહિલા એશિયા હોકી કપનો આરંભ થશે. ટુર્નામેન્ટમાં દસ ટીમોને બે પૂલમાં વહેંચવામાં આવી છે. પૂલ Aમાં ભારત, ચીન, મલેશિયા, થાઈલેન્ડ અને બાંગ્લાદેશનો સમાવેશ થાય છે. પૂલ Bમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચાઈનીઝ-તાઈપેઈ, હોંગકોંગ અને શ્રીલંકાનો સમાવેશ થાય છે. જ્યોતિ સિંહની કપ્તાનીમાં ભારતીય ટીમ આવતીકાલે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચ રમશે.
ટૂર્નામેન્ટની ફાઈનલ 15 ડિસેમ્બરે યોજાશે. સ્પર્ધામાંથી ટોચની પાંચ ટીમો આવતા વર્ષે ચિલીમાં યોજાનારી જુનિયર વિશ્વ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થશે
Site Admin | ડિસેમ્બર 7, 2024 9:08 એ એમ (AM) | ઓમાન