ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી જુનિયર એશિયા કપ મહિલા હોકી ટુર્નામેન્ટમાં આજે ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય ટીમ જ્યોતિ સિંહની કપ્તાનીમાં રમશે અને સાક્ષી રાણા ઉપ કપ્તાન હશે.
ગઈકાલે સ્પર્ધાના ગ્રૂપ-Aમાં ચીને બાંગ્લાદેશને 19-0થી જ્યારે મલેશિયાએ થાઈલેન્ડને 3-0થી પરાજય આપ્યો હતો. ગ્રૂપ-Bમાં જાપાને શ્રીલંકાને 15-0થી પરાજય આપ્યો હતો.
વર્તમાન ચેમ્પિયન ભારત પણ ગ્રૂપ-Aમાં ચીન, મલેશિયા અને થાઈલેન્ડ સાથે રમશે. ગ્રૂપ-Bમાં દક્ષિણ કોરિયા, જાપાન, ચાઈનીઝ તાઈપેઈ, હોંગકોંગ અને શ્રીલંકાની ટીમો છે. જુનિયર એશિયા કપ એ આવતા વર્ષે ચિલીમાં યોજાનાર FIH જુનિયર વિશ્વ કપ માટે ક્વોલિફાઇંગ સ્પર્ધા છે. ટોચની પાંચ ટીમો વિશ્વ કપમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરશે.
Site Admin | ડિસેમ્બર 8, 2024 2:11 પી એમ(PM) | હોકી ટુર્નામેન્ટ