ઓમાનના મસ્કતમાં રમાઈ રહેલી પુરુષ જુનિયર એશિયા કપ 2024 હોકી ટુર્નામેન્ટમાં ગઇકાલે રસાકસી ભરી મેચમાં ભારતે જાપાન સામે 3-2 વિજય મેળવ્યો છે.
પુલ Aમાં ભારતની આ સતત બીજી જીત છે, અગાઉ ભારતે થાઈલેન્ડ સામેની 11-0વિજય મેળવ્યો હતો. ભારતે થોકચોમ કિંગ્સન સિંઘ દ્વારા પેનલ્ટી કોર્નર રિબાઉન્ડ અને ત્યારબાદ રોહિત અને અરાયજીત સિંહ હુંદલના ઉત્કૃષ્ટ પ્રદર્શનથી ગોલ કર્યા હતા તો જાપાનના નીઓ સાતોએ પેનલ્ટી કોર્નરથી બે ગોલ કરીને વળતો જવાબ આપ્યો હતો.
આવતીકાલે, ભારત તેની આગામી મેચમાં ચાઈનીઝ તાઈપેઈ સામે ટકરાશે અને અંતિમ ગ્રુપ-સ્ટેજ મુકાબલામાં રવિવારે કોરિયા સામે રમશે.
Site Admin | નવેમ્બર 29, 2024 9:26 એ એમ (AM)