ઓમાનના મસ્કતમાં રમાઇ રહેલી પુરુષોની હોકી જુનિયર એશિયા કપની ફાઇનલ મેચમાં ભારત આજે કટ્ટર હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે રાત્રે 8-30 કલાકે શરૂ થશે.
વર્તમાન ચેમ્પિયન ભારત પાંચમું અને સતત ત્રીજું ટાઇટલ મેળવવાનાં લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે.. સેમિ ફાઇનલમાં ભારતે મલેશિયાને 3-1થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે. દિલરાજ સિંહ, રોહિત અને શારદાનંદ તિવારીએ એક એક ગોલ કર્યા હતા.. પાકિસ્તાને પ્રથમ સેમિ ફાઇનલમાં જાપાનને 4-2થી હરાવ્યું હતું.
સ્પર્ધાની ગઈ આવૃત્તિમાં ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 2-1થી હરાવીને સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
Site Admin | ડિસેમ્બર 4, 2024 2:30 પી એમ(PM)