ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે. જીવિત નવમાંથી આઠ ભારતીય અને એક શ્રીલંકન નાગરિક છે. બાકીનાં છ સભ્યોની શોધખોળ ચાલુ છે. કોમોરોસનો ધ્વજ ધરાવતા ઓઇલ ટેન્કર એમવી પ્રેસ્ટીજ ફાલ્કનમાં 13 ભારતીય અને ત્રણ શ્રીલંકન સહિત ચાલક દળનાં 16 સભ્યો હતા.
બચાવ અને શોધખોળ કામગીરીમાં ભારતીય નૌકા દળના યુધ્ધ જહાજ આઇએનએસ તેગે મહત્વની ભૂમિકા ભજવી છે. નૌકા દળના જહાજ અને પી-8 દરિયાઇ નિરીક્ષણ વિમાન મોકલવામાં આવ્યું છે. રાસ મદ્રકાહથી લગભગ 25 દરિયાઇ માઇલ દક્ષિણ પૂર્વમાં ટેન્કર પલટાઈ ગયું હતું. ઓમાન દરિયાઇ સલામતી કેન્દ્રની આગેવાનીમાં બચાવ કાર્ય ચાલી રહ્યું છે, જો કે ખરાબ હવામાનને કારણે તેમાં અવરોધ આવી રહ્યો છે. જહાજ ડૂબવાનું કારણ જાણી શકાયું નથી.
Site Admin | જુલાઇ 18, 2024 2:35 પી એમ(PM) | ઓમાન
ઓમાનના દરિયાકિનારા નજીક ડૂબી ગયેલા ઓઇલ ટેન્કરમાંથી ચાલક દળના 10 સભ્યોને શોધવામાં આવ્યા છે, જેમાંથી નવ જીવિત છે અને એકનું મૃત્યુ થયું છે
