ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયોઅને ત્રણ શ્રીલંકાના નાગરિકો સહિત તમામ 16 ચાલકદળના સભ્યો ગુમ થયા છે. ઓમાનના દરિયાઈ સુરક્ષા કેન્દ્રના જણાવ્યા અનુસાર, ‘પ્રેસ્ટિજ ફાલ્કન’ નામનું જહાજ ઓમાનના ઔદ્યોગિક બંદર દુકમ પાસે ડૂબી ગયું હતું.આ જહાજ યમનના એડન બંદર તરફ જઈ રહ્યું હતું. ઓમાની સત્તાવાળાઓએ દરિયાઈ સત્તાવાળાઓ સાથેમળીને શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે.
Site Admin | જુલાઇ 17, 2024 2:10 પી એમ(PM) | ઓમાન
ઓમાનના દરિયાકાંઠે ઓઇલ ટેન્કર પલટી જતાં 13 ભારતીયો સહિત ચાલકદળના તમામ 16 સભ્યો ગુમ
