ઓડિશા આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના લાગુ કરનાર 34મું રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ બન્યું છે. આ યોજના હેઠળ, લાભન્વિત દરેક પરિવારના સભ્યને દર વર્ષે પાંચ લાખ રૂપિયાનું આરોગ્ય કવચ પૂરું પાડવામાં આવે છે. રાષ્ટ્રીય આરોગ્ય સત્તામંડળ અને ઓડિશા સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ગઈકાલે નવી દિલ્હીમાં આ સંદર્ભમાં સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.
દરમ્યાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના અમલીકરણ બદલ ઓડિશાના લોકોને અભિનંદન પાઠવ્યા છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ કહ્યું કે આ યોજના સસ્તા દરે ઉચ્ચતમ ગુણવત્તાવાળી આરોગ્યસંભાળ સુનિશ્ચિત કરશે.
દિલ્હી અને પશ્ચિમ બંગાળ એકમાત્ર રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશ છે જ્યાં અત્યાર સુધી આ યોજના લાગુ કરવામાં આવી નથી.