ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓક્ટોબર 24, 2024 8:24 પી એમ(PM) | દાના

printer

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત ‘દાના’ ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ હાઇ અલર્ટ પર

ઓડિશા અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ચક્રવાત ‘દાના’ ત્રાટકવાની આશંકા વચ્ચે ભારતીય નૌકાદળની પૂર્વીય કમાન્ડ સતત જાગૃત છે. નેવીએ કોઈપણ આપત્તિનો સામનો કરવા માટે રાહત અને બચાવ કામગીરીની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.ભારતીય હવામાન વિભાગ અનુસાર, ચક્રવાત દાના બાર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાલમાં તે ઓડિશાથી લગભગ 240 કિલોમીટર દક્ષિણમાં અને પશ્ચિમ બંગાળથી લગભગ 310 કિલોમીટર દક્ષિણમાં આવેલું છે. ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ કહ્યું, “રાજ્ય સરકાર ચક્રવાત ‘દાના’ને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. કેન્દ્રપારા, ભદ્રક, બાલાસોર, જગતસિંહપુર અને પુરી જેવા અસરગ્રસ્ત જિલ્લાઓમાં તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ઇસ્ટર્ન નેવલ કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું કે, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના નૌકાદળ સત્તાવાળાઓ સાથે સંકલન કરીને વ્યાપક આપત્તિ પ્રતિભાવ મિકેનિઝમ સક્રિય કરાયું છે. “બેઝ વિક્ચ્યુઅલિંગ યાર્ડ, મટિરિયલ ઓર્ગેનાઈઝેશન અને નેવલ હોસ્પિટલ INHS કલ્યાણી જેવા એકમોના સહયોગથી રાજ્ય વહીવટીતંત્ર દ્વારા માંગ પર આવશ્યક પુરવઠો અને તબીબી સહાય પણ પૂરી પાડવામાં આવશે.” નૌકાદળે માનવતાવાદી સહાય અને આપત્તિ રાહત કામગીરી માટે રાહત સામગ્રી અને બચાવ ટીમો સાથે બે નૌકા જહાજો તૈયાર રાખ્યા છે, જે કટોકટીની પરિસ્થિતિઓમાં સહાય પૂરી પાડશે

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ