હૉકી ઇન્ડિયા લીગ 2024-25માં, સુરમા હૉકી ક્લબ આજે ઓડિશામાં રાઉરકેલાના બિરસા મુંડા હૉકી સ્ટેડિયમમાં યુપી રુદ્રાસ સામે રમશે. આ મેચ રાત્રે સવા આઠ વાગ્યે શરૂ થશે.
અગાઉ, શ્રાચી રાઢ બંગાળ ટાઈગર્સે ગઈકાલે રાત્રે હૉકી ઇન્ડિયા લીગની તેમની બીજી મેચમાં ટીમ ગોનાસિકાને 2-1થી હરાવ્યું હતું. રુપિન્દર પાલ સિંઘે બંગાળ ટાઈગર્સ માટે બે વખત ગોલ કરીને તેમની સતત બીજી જીત અને સ્પર્ધામાં પ્રારંભિક લીડ સુનિશ્ચિત કરી.