ઓડિશામાં યોજાયેલી તીરંદાજી સ્પર્ધામાં પાટણનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 2 રજત ચંદ્રક જીત્યાં છે. પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે, ભૂવનેશ્વરની કિટ યુનિવર્સિટી ખાતે યોજાયેલી ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી આર્ચરી સ્પર્ધામાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ વિદ્યાલયનાં ખેલાડી ભાર્ગવી ભગોરાએ 70 મીટર રિકર્વ અને ઑલ ઑવર રિકર્વ બંનેમાં એક-એક રજત ચંદ્રક જીત્યાં છે.
આ ખેલાડી ત્રણ વર્ષથી સતત વિશ્વ-વિદ્યાલયને રાષ્ટ્રીય સ્તર પર ગૌરવ અપાવી રહી હોવાનું હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત વિશ્વ-વિદ્યાલયના શારીરિક શિક્ષણ નિયામક ડૉક્ટર ચિરાગ પટેલે જણાવ્યું હતું.
Site Admin | ડિસેમ્બર 27, 2024 7:25 પી એમ(PM) | રજત ચંદ્રક