ઓડિશામાં ભુવનેશ્વરના કલિન્ગા સ્ટૅડિયમમાં રમાયેલી ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં આજે ઓડિશા એફ.સી એફ.સી. ગોઆ સામે રમશે. આ મેચ સાંજે 5 વાગ્યે શરૂ થશે. જ્યારે બીજી મેચમાં જમશેદપુરના જેઆરડી તાતા સ્પૉર્ટસ કૉમ્પ્લૅક્સમાં જમશેદપુર એફ.સી. બેંગ્લોર એફ.સી. સામે રમશે. આ મેચ સાંજે સાડા સાત વાગ્યે રમાશે.
આ પહેલા ગઈકાલે રાત્રે આસામના ગુવાહાટીમાં ઇન્ડિયન સુપર લીગ ફૂટબૉલ ટૂર્નામેન્ટમાં નૉર્થ ઇસ્ટ યુનાઈટેડ એફ.સી. અને મોહમ્મડન એફ.સી. વચ્ચેની મેચ ડ્રૉ રહી હતી. બંને ટીમ આ મેચમાં કોઈ ગૉલ ન કરી શકી.
Site Admin | જાન્યુઆરી 4, 2025 2:01 પી એમ(PM)