ઓડિશાના ભુવનેશ્વરમાં આજે 18માં પ્રવાસી ભારતીય દિવસ સંમેલનની શરૂઆત થઈ છે. ઓડિશા સરકાર 75 દેશોમાંથી સંમેલનમાં ભાગ લઈ રહેલા લગભગ 6,000 બિન-નિવાસી ભારતીયો સમક્ષ રાજ્યની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાનું પ્રદર્શન કરી રહી છે. આ સંમેલનની શરૂઆત યુવા પ્રવાસી ભારતીય દિવસ ઈવેન્ટ સાથે થઈ હતી. જેનું આયોજન ઓડિશા સરકાર દ્વારા કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રાલયની ભાગીદારીમાં કરવામાં આવી રહ્યું છે. આજે યુવા પ્રવાસી ભારતીય દિવસમાં કેન્દ્રીય મંત્રીઓ એસ જયશંકર, પવિત્રા માર્ગેરીતા, મનસુખ માંડવિયા અને ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માઝી ઉપસ્થીત રહ્યા છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 3:38 પી એમ(PM)