ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે, જ્યારે વીસથી વધુને ગંભીર ઈજા થવા પામી છે. આ બસ ભવાની પટનાથી બેરહામપુર જઈ રહી હતી. ઈજાગ્રસ્તોને બેરહામપુરની સરકારી હૉસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. બસ અને ટેન્કર વચ્ચે ટક્કર થતા આ આકસ્માત સર્જાયો હતો. અથડામણ બાદ ટેન્કર રોડ બાજુએ આવેલી એક ચાની દુકાનમાં ઘૂસી જતા ત્રણ લોકોના થયા. અકસ્માતમાં એક પ્રવાસીઓનું પણ મોત થયું છે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 2:09 પી એમ(PM) | ઓડિશા
ઓડિશાના બેરહામપુરમાં થયેલા એક અકસ્માતમાં ચારના મોત થયા છે
