ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને ભગવાન સુદર્શન ગુંડીચા મંદિરમાં આઠ દિવસ ગાળ્યા પછી તેમના નિવાસસ્થાન શ્રી મંદિર પરત ફરશે. ત્રણેય રથોના પરત ફરવાની આ યાત્રા બહુદા યાત્રા તરીકે ઓળખાય છે.
આજે વહેલી સવારથી જ લાખો ભક્તો પુરી અને ગુંડીચા મંદિર ખાતે દર્શનાર્થે ઉમટી પડ્યા છે. પુરીના ગજપતિ દિવ્યસિંહ દેવ લગભગ અઢી વાગ્યે સોનાની સાવરણીથી ત્રણેય રથ પર છેરા પોહરાની વિધિ કરશે. ત્યારબાદ ભક્તો સાંજે 4 વાગ્યે ભગવાન બલભદ્રના પ્રથમ રથ તાલ ધ્વજ ત્યારબાદ દેવી સુભદ્રાના દર્પદલન અને અંતે ભગવાન જગન્નાથના નંદીઘોષ રથને ખેંચીને યાત્રાની શરૂઆત કરાવશે.
બહુદા યાત્રા માટે પુરીમાં ચુસ્ત સુરક્ષા અને અન્ય વ્યવસ્થા કરવામાં આવી છે. શ્રી જગન્નાથ મંદિરના ગર્ભગૃહમાં દેવતાઓની તેમના મૂળ સ્થાને પરત ફરવાની નીલાદ્રી બીજ શુક્રવારે ઉજવાશે.
Site Admin | જુલાઇ 15, 2024 2:56 પી એમ(PM) | ઓડિશા | બહુદા યાત્રા