આ વર્ષે ઓગસ્ટ માસમાં કર્મચારી રાજ્ય વીમા યોજના હેઠળ 20 લાખ 74 હજારથી વધુ નવા કામદારોની નોંધણી કરવામાં આવી છે. દર વર્ષે કરાતા વિશ્લેષણ પ્રમાણે ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં ચોખ્ખી નોંધણીમાં 6.80 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. 20.74 લાખમાંથી અંદાજિત 47 ટકા એટલે કે અંદાજિત 9 લાખથી વધુ કર્મચારીઓ 25 વર્ષ સુધીની વય જૂથના છે. પેરોલ ડેટાનું જાતિ-વાર વિશ્લેષણ સૂચવે છે કે ઓગસ્ટમાં મહિલા સભ્યોની ચોખ્ખી નોંધણી 4.14 લાખ છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે કહ્યું કે ઓગસ્ટમાં ESI યોજના સામાજિક સુરક્ષા હેઠળ 28 હજાર 917 નવી સંસ્થાઓ લાવવામાં આવી છે.
Site Admin | ઓક્ટોબર 27, 2024 10:06 એ એમ (AM) | esic | કર્મચારી રાજ્ય વીમા નિગમ