ઑક્ટોબર મહિનામાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ની આવકમાં 9 ટકાનો વધારો થયો છે, જે અત્યાર સુધીની બીજી સૌથી વધુ આવક છે, મુખ્યત્વે સ્થાનિક વેચાણમાં વધારો અને સુધારેલા નિયમોના કારણે ઓક્ટોમ્બર મહિના દરમિયાન કેન્દ્ર GST કલેક્શન 33 હજાર ,821 કરોડ રૂપિયા, રાજ્ય GST 41 હજાર 864 કરોડ રૂપિયા, ઇન્ટિગ્રેટેડ IGST 99 હજાર 111 કરોડ રૂપિયા અને સેસ 12 હજાર 550 કરોડ રૂપિયા છે. જેને લીધે કુલ GST આવક 8.9 ટકા વધીને 1, લાખ 87 હજાર 346 કરોડ રૂપિયા થઈ છે. ઓક્ટોબર 2023 માં,જીએસટીની આવક 1.72 લાખ કરોડ રૂપિયા હતું. જે ઑક્ટોબર 2024માં વધીને 1.87 લાખ કરોડ સુધી પહોંચી છે. અત્યાર સુધીમાં જીએસટીની સૌથી વધુ આવક એપ્રિલ 2024માં 2.10 લાખ કરોડ રૂપિયા થઇ હતી.નિષ્ણાતો કહે છે કે, તહેવારોની સિઝનના વેચાણ અને વધેલા અનુપાલનને કારણે જીએસટી કલેક્શનમાં ઉછાળો આવ્યો છે.
Site Admin | નવેમ્બર 2, 2024 9:24 એ એમ (AM)
ઓકટોબર મહિનામાં વસ્તુ અને સેવા કરની આવકમાં નવ ટકાનો વધારો નોંધાયો
