ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 7, 2024 9:33 એ એમ (AM)

printer

ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે.

ભારતીય મહિલા કુશ્તીના ઇતિહાસમાં આજે મહત્વનો દિવસ છે. ઑલિમ્પિક કુશ્તી ફાઇનલમાં પહોંચનારા પ્રથમ ભારતીય ખેલાડી વિનેશ ફોગાટ આજે સુવર્ણ ચંદ્રક માટે 50 કિલોગ્રામ વજન વર્ગની સ્પર્ધામાં ભાગ લેશે. વિનેશનો મુકાબલો અમેરિકાની ખેલાડી સારા એન હિલ્ડેબ્રાંટ સાથે થશે. ભારતીય સમય અનુસાર રાતે 9 વાગીને, 45 મિનિટે આ મેચ શરૂ થશે. મનિકા બત્રા, શ્રીજા અકુલા અને અર્ચના કામથ આજે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં પહોંચવા માટે જર્મીની સામે રમશે. આ મેચ બપોરે 1 વાગીને 30 મિનિટે શરૂ થશે. તો મેરાથોન રેસ વૉક રિલે મિક્સ્ડમાં સુરજ પનવર અને પ્રિંયકા ચૌધરી સવારે 11 વાગે મેદાનમાં ઉતરશે.
પુરુષો માટેની 3 હજાર મીટર સ્ટીપલચેજ ફાઇનલમાં આજે અવિનાશ સાબલે ચંદ્રક માટે મેદાનમાં ઉતરશે. સાંજે ટોકિયો ઓલિમ્પિકમાં ચંદ્રક વિજેતા મીરાબાઇ ચાનૂ મહિલાઓ માટેની વેઇટ લિફ્ટિંગની 49 કિલોગ્રામ વજન વર્ગ સ્પર્ધામાં ભાગ લેશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ