ઑમાનના મસ્કતમાં 2024 પુરુષ જૂનિયર એશિયા કપ હૉકીમાં ગઈકાલે ભારતીય જૂનિયર પુરુષ હૉકી ટીમે પોતાની પેહલી મેચમાં થાઈલેન્ડને 11 શૂન્યથી હરાવ્યું છે.
અરજીતસિંહ હુન્દલે બીજી અને 24મી મિનિટમાં 2 ગૉલ કર્યા. ભારત તરફથી અરજીત સિંહ હુન્દલ, સૌરભ આનંદ કુશવાહા અને ગુરજોત સિંહે 2-2 ગૉલ કર્યા હતા. જ્યારે અર્શદીપ સિંહ, શારદાનંદ તિવારી, દિલરાજ સિંહ, રોહિત અને મુકેશ ટોપ્પોએ એક-એક ગૉલ કર્યો હતો. ભારતે રમતની શરૂઆતથી અંત સુધી નિયંત્રણ જાળવી રાખવા વધુ મજબૂતીથી પોતાના ક્ષેત્રમાં બચાવ કર્યો હતો. હવે ભારતની આગામી મેચ આજે જાપાન સામે રમાશે.
Site Admin | નવેમ્બર 28, 2024 10:26 એ એમ (AM)