યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ – UPIથી આ વર્ષે ઑક્ટોબર મહિનામાં 16 અબજ 15 કરોડના નાણાકીય વ્યવહાર થયા છે. માત્ર એક જ મહિનામાં UPIથી આ લેવડ-દેવડ થકી અંદાજે 23 લાખ 49 હજાર કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે.
ગયા વર્ષે ઑક્ટોબર મહિનાની સરખામણીએ આ 45 ટકા વધુ છે. UPIને વર્ષ 2016માં નેશનલ પેમેન્ટ્સ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા લોન્ચ કરાયું હતું. તેણે એક જ મોબાઈલ એપ્લિકેશનમાં બહુવિધ બેંક ખાતાઓને એકીકૃત કરીને દેશના નાણાકીય ચૂકવણીના પારિસ્થિતિક તંત્રમાં ક્રાંતિ લાવી છે. UPIએ નાણાકીય વ્યવહારોને જો ઝડપી, સુરક્ષિત અને સરળ બનાવ્યા જ, પરંતુ વ્યક્તિઓ,નાના વ્યવસાયો અને વેપારીઓને પણ સશક્ત બનાવ્યા છે,
Site Admin | ડિસેમ્બર 2, 2024 10:47 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | news | newsupdate | topnews | UPI | નરેન્દ્ર મોદી | પ્રધાનમંત્રી | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી | ભારત | યુપીઆઈ