રાજ્યમાં જાહેર પરિવહન સુવિધાને વધુ સુદ્રઢ બનાવવા માટે એસ.ટી નિગમ દ્વારા 10 હજારથી વધુ ડ્રાઇવર, કન્ડક્ટર, મિકેનિકલ સ્ટાફ તથા વહીવટી સ્ટાફની ભરતી કરવામાં આવશે.
આ માટેની તમામ મંજૂરી પણ લેવાઇ છે. એસ.ટી નિગમની ગુજરાતની ચાલીરહેલી સેવાની વાત કરવામાં આવે તો છેલ્લા દોઢ વર્ષમાં 166 કરોડ રૂપિયાના ખર્ચે નવી 2800 બસ મુકી છે. નિગમ દ્વારા 18 નવા બસ સ્ટેશન-ડેપોનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે, જ્યારે 20 નવા બસ સ્ટેશન – ડેપોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. નિગમે મુસાફરોને અત્યાધુનિક પરિવહન સેવા પૂરી પાડવાના ભાગરૂપે ગાંધીનગર-અમદાવાદ વચ્ચે શરુ કરેલી 5 આઇકૉનિક એસી ડબલ ડેકર ઇલેક્ટ્રિક બસ મુસાફરો માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બની રહી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 7:12 પી એમ(PM) | એસ.ટી નિગમ