સિધ્ધપુર પંથકની જનતા માટે સિધ્ધપુરથી સીધા યાત્રાધામ દ્વારકાધીશના દર્શનાર્થે જઇ શકે તેવી સિધ્ધપુર – દ્વારકા સ્લીપરકોચ બસનો પ્રારંભ થયો છે.
સિધ્ધપુરથી દ્વારકા જતી નવીન સ્લીપર કોચ બસને રાજ્યના કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતએ લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ બસ દરરોજ નિયમિત સિધ્ધપુરથી દ્વારકા જશે અને દ્વારકાથી સિધ્ધપુર પરત આવશે. કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે સિધ્ધપુર મત વિસ્તારની ધર્મપ્રેમી જનતાને આ બસનો લાભ લેવા અનુરોધ કર્યો છે.
આ બસ સાંજે 18:00 કલાકે સિદ્ધપુરથી ઉપડી વાયા પાટણ, બેચરાજી, સુરેન્દ્રનગર, ચોટીલા, રાજકોટ, જામનગર થઈને સવારે 6:00 કલાકે દ્વારકા પહોંચશે. જયારે દ્વારકાથી સાંજે 20:30 કલાકે ઉપડી ઉપર મુજબના નિયત રૂટ ઉપરથી સવારે 8:00 કલાકે સિદ્ધપુર પરત ફરશે.
Site Admin | ઓક્ટોબર 6, 2024 9:19 એ એમ (AM) | Akashvani | akashvaninews | Dwarka | Gujarat | news | newsupdate | Siddhpur | એસટી નિગમ | એસટી બસ સેવા | કેબિનેટ મંત્રી | ગુજરાત | ગુજરાત એસટી | દ્વારકા | બળવંતસિંહ રાજપૂત | સિદ્ધપુર
એસટી દ્વારા સિદ્ધપુરથી દ્વારકાની નવી સ્લીપર કોચ બસ શરૂ કરાઇ
