વિશ્વ યુનિવર્સિટીની એશિયા ક્ષેત્રની રેન્કિંગ સૂચિમાં ટોચની 50 યુનિવર્સિટીમાં ભારતની બે અને ટોચની 100 યુનિવર્સિટીમાં દેશના સાત શૈક્ષણિક સંસ્થાઓએ સ્થાન મેળવ્યું છે.
દિલ્હી IIT સંસ્થા 44મા સ્થાન સાથે દેશની શૈક્ષણિક સંસ્થાઓમાં મોખરે છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે, IIT મુંબઈ, IIT મદ્રાસ, IIT ખડગપુર અને IIT કાનપુર તથા દિલ્હી યુનિવર્સિટીએ ટોચની 100 શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે. આ ઉપરાંત IIT ગુવહાટી, IIT રૃડકી, જવાહરલાલ નહેરૂ યુનિવર્સિટી અને ચંદીગઢ યુનિવર્સિટીએ ટોચની 150 શિક્ષણ સંસ્થાઓમાં સ્થાન મેળવ્યું છે.