એશિયામાં સૌથી વધુ દૂધ સંપાદન માટે જાણીતી બનાસ ડેરીની આજે 56મી વાર્ષિક સાધારણસભા દિયોદરમાં આવેલ સણાંદર ડેરી સંકુલ ખાતે યોજાઈ હતી. જેમાં વાર્ષિક એક કરોડથી વધુનું દૂધ ભરાવનાર પશુપાલક બહેનોનું વિશેષ કરાયું હતું. ગત વર્ષે ડેરીએ 1952 કરોડ રૂપિયા ભાવફેર રૂપે ચૂકવ્યા હતા, આ વર્ષ મંદીનું હોવા છતાં ડેરીએ પશુપાલકોને 1973 કરોડનો ભાવફેર ચૂકવવાનો એતિહાસિક નિર્ણય કર્યો છે. જે ટકાવારીની દ્રષ્ટિએ 18.50 ટકા જેટલું થાય છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 7:50 પી એમ(PM)