એશિયન મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશિપમાં, યજમાન ભારત આજે સાંજે નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં તેની બીજી ગ્રુપ B મેચમાં ઈરાન સામે ટકરાશે. મેચ ભારતીય સમય પ્રમાણે સાંજે 6 વાગ્યે શરૂ થશે.
દિવસની અન્ય મેચોમાં, હોંગકોંગ ચીન ગ્રૂપ બીની મેચમાં જાપાનનો સામનો કરશે, જ્યારે સિંગાપોર ચીન સામે ટકરાશે, અને કઝાકિસ્તાન ગ્રૂપ Aની મેચોમાં રિપબ્લિક ઓફ કોરિયા સામે ટકરાશે.
ગઈ કાલે, ભારતે તેની શરૂઆતની ગ્રુપ B મેચમાં હોંગકોંગ ચીનને 31-28 થી હરાવ્યું હતું. ભારતે સૌ પ્રથમ વાર હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કર્યું છે.
Site Admin | ડિસેમ્બર 4, 2024 12:01 પી એમ(PM)