મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ષ 2023ની એશિયન પેરા ગેઇમ્સની ચેસ રમતમાં સુવર્ણ અને કાંસ્ય ચંદ્રક જીતનાર રાજ્યના બે દિવ્યાંગ પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓને રાજ્ય સેવામાં નિમણૂક આપવાનો નિર્ણય કર્યો છે.આ ખેલાડીઓની રાજ્ય સરકારમાં વર્ગ ૧ અને વર્ગ-૨ના અધિકારી તરીકે નિમણૂક કરાશે.
ચોથી એશિયન પેરા ગેઇમ્સમાં પુરુષોની ચેસ રમતમાં સુવર્ણ ચંદ્રક જીતનાર દર્પણ ઇનાણીની ગુજરાત રમતગમત સત્તામંડળમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર વર્ગ ૧ તરીકે જ્યારે મહિલાઓ માટેની ચેસ રમતમાં કાંસ્ય ચંદ્રક જીતનાર ખેલાડી હિમાંશી રાઠીને તાલુકા વિકાસ અધિકારી વર્ગ-૨ તરીકે નિયુક્ત કરાશે.