એશિયન ડેવલપમેન્ટ બેંક – ADBએ શ્રીલંકાને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે 200 મિલિયન ડોલરની નીતિ આધારિત લોન આપવાની મંજૂરી આપી છે. દેશની અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ADBના નાણાકીય સ્થિરતા અને સુધારણા કાર્યક્રમ હેઠળનો આ બીજો પેટા કાર્યક્રમ છે. એક નિવેદનમાં, ADBએ જણાવ્યું છે કે આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય ગરીબી નાબૂદીનો છે. આ ઉપરાંત લાંબા ગાળાની વૃદ્ધિ સ્થાપિત કરીને આર્થિક સ્થિતીને વધુ સક્ષમ બનાવવાનો છે. બેંકે મેક્રો ઇકોનોમિક સ્થિતિને સ્થિર કરવામાં અને તેના નાણાકીય માળખાને સુધારવામાં શ્રીલંકાની પ્રગતિની પ્રશંસા કરી હતી
Site Admin | નવેમ્બર 20, 2024 3:00 પી એમ(PM)