એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઇઝેશન-EPFOએ ઓક્ટોબર મહિનામાં નવા 13 લાખ 41 હજાર સભ્યોનો ચોખ્ખો ઉમેરો કર્યો છે, જે રોજગારીમાં વધારો અને કર્મચારીઓમાં વધતી જતી જાગૃતિ સૂચવે છે એમ શ્રમ અને રોજગાર મંત્રાલયે પ્રસિધ્ધ કરેલા નિવેદનમાં જણાવ્યું છે.ઈપીએફઓએ ઓક્ટોબર મહિનામાં 7 લાખ 50 હજાર નવા સભ્યો ઉમેર્યા હતા, જેમાંથી 58 ટકા સભ્યો 18થી 25ની વય જૂથમાં હતા.પે-રોલ ડેટાનું પૃથક્કરણ કરતા જણાય છે કે, નવા સભ્યોમાંથી બે લાખ નવ હજાર મહિલાઓ છે. નવા ઉમેરાયેલા સભ્યોમાં 22.18 ટકા સાથે મહારાષ્ટ્ર મોખરે છે.
Site Admin | ડિસેમ્બર 25, 2024 8:03 પી એમ(PM) | EPFO