પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલમાં MD અને MSમાં પ્રવેશ માટેના બે તબક્કા પૂર્ણ થયા બાદ ઓલ ઈન્ડિયા ક્વોટાની 10 હજારથી વધુ બેઠકો ખાલી પડી હોવાથી કેન્દ્ર સરકારે હવે પ્રવેશ માટેની લાયકાત એટલે કે પીજી નીટના પર્સન્ટાઈલમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત ત્રીજા તબક્કામાં સામાન્ય કેટેગરીમાં 15 અને અનામત કેટેગરીમાં 10 પર્સન્ટાઈલ માર્ક ધરાવતા વિદ્યાર્થીઓને પણ પ્રવેશ મળશે. પ્રવેશ માટે 8 જાન્યુઆરીથી આ વિદ્યાર્થીઓ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકશે.
રાજ્યમાં પોસ્ટ ગ્રેજ્યુએશન મેડિકલની 2101 બેઠકો પરથી બે તબક્કાના અંતે 1958 વિદ્યાર્થીઓને પ્રવેશ ફાળવી દેવાયો છે. હાલની સ્થિતીએ રાજ્યમાં 212 બેઠકો ખાલી છે.
Site Admin | જાન્યુઆરી 6, 2025 9:16 એ એમ (AM) | Akashvani | akashvaninews | India | MD | MS | NEET | NEET-PG | news | newsupdate | topnews | અનુસ્નાતક તબીબી અભ્યાસ | એમએસ | એમડી | ગુજરાત | નીટ | નીટ-પીજી | ભારત | મેડિકલ શિક્ષણ