એપ્રિલ 2003 થી નવેમ્બર 2024 સુધીમાં સ્વાગત પોર્ટલમાં મળેલી ફરિયાદો પૈકી 98.3 ટકા અરજીઓનો હકારાત્મક નિકાલ કરી દેવામાં આવ્યો છે.
જન ફરિયાદ નિવારણના ટેક્નોલોજીયુક્ત અભિગમ સ્વાગતના પૂર્ણ થયેલા બે દાયકામાં અનેક રજુઆતોનું સફળતાપૂર્વક નિવારણ થતું રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વાગતને ૨૦૨૩માં ૨૦ વર્ષ પૂર્ણ થતાં આ સફળતાની પ્રસંશા વિશેષ પ્રેરણાત્મક સંબોધન કરીને પાઠવી હતી. સ્વાગતની સફળતાને વિશ્વ સ્તરે પણ ચાર જેટલા પ્રતિષ્ઠીત એવોર્ડના ગૌરવ-સન્માન પ્રાપ્ત થયા છે.
પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25 ડિસેમ્બરને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વાગત ૨.૦ હેઠળ ઓટો એસ્કેલેશન મેટ્રીક્સ પદ્ધતિ પાટણ અને ખેડા જિલ્લામાં કાર્યરત કરવામાં આવી હતી. હવે તે તમામ જીલ્લાઓમા લાગુ કરવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 25 ડિસેમ્બરે સ્વાગત મોબાઇલ એપ્લિકેશન લોન્ચ કરશે.
ઓટો એસ્કેલેશન મેટ્રીકસનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થયા પછી કુલ ૨૧ હજાર ૫૪૦ અરજીઓમાંથી ૯૦ ટકા અરજીઓનો પ્રાથમિક લેવલે જ સમયમર્યાદામાં નિકાલ કરવામાં આવ્યો છે.