હવામાન વિભાગ દ્વારા એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન વરસાદની આગાહી કરી છે. વાતાવરણમાં પલટો આવવાની સાથે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લા અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. જેને કારણે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે, અને ગરમીથી આંશિક રાહત મળશે. પરંતુ બીજી તરફ માવઠાની આગાહીને કારણે ખેડૂતો ચિંતિત થયા છે.હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર ગુજરાત પર આગામી 31 માર્ચથી સિસ્ટમ સક્રિય થશે.
Site Admin | માર્ચ 30, 2025 9:53 એ એમ (AM)
એપ્રિલના પ્રથમ બે દિવસ દરમિયાન રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી
