એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ગઈકાલે એક ઓનલાઈન એપના કાર્યાલયો પર દરોડા પાડ્યા હતા.
કથિત રીતે આઈપીએલ મેચોના ગેરકાયદે પ્રસારણ અને લોકસભાની ચૂંટણી તેમજ મેચ પર સટ્ટાબાજી સહિતની પ્રવૃત્તિઓમાં સામેલગીરીના આધારે આ દરોડા પાડવામાં આવ્યાં હતાં.મુંબઈમાં કેટલાક એન્ટ્રી ઓપરેટરોને ત્યાં પણ શોધ હાથ ધરવામાં આવી હતી.
ED અનુસાર, એજન્સીએ લગભગ 8 કરોડ રૂપિયાની રોકડ, બેંક ફંડની વિગતો, ડીમેટ એકાઉન્ટ અને લક્ઝરી ઘડિયાળો જપ્ત કરી છે. અન્ય ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ ઉપકરણો પણ જપ્ત કરવામાં આવ્યા છે.
આ સંબંધમાં આઇપીએલના સત્તાવાર પ્રસારણકર્તા વાયકોમ 18 મીડિયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો.