ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ડિસેમ્બર 12, 2024 7:37 પી એમ(PM) | ગુજકેટ -2025

printer

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે.

એન્જીનિયરીંગ અને ફાર્મસી અભ્યાસક્રમ માં પ્રવેશ માટેની પરીક્ષા ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટ -ગુજકેટ -2025 માટે 17 થી 31 ડીસેમ્બર દરમિયાન ઓનલાઇન આવેદનપત્ર ભરી શકાશે. પરીક્ષા અંગેની માહિતી પુસ્તિકા અને ઓનલાઇન આવેદનપત્ર ભરવાની સૂચના ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવશે. પરીક્ષાનું આવેદનપત્ર www.gseb.org અને gujcet.gseb.org પરથી ભરી શકાશે.
350 રૂપિયાની પરીક્ષા ફી SBIePay Sytem મારફતે ઓનલાઇન અથવા SBIePayના “SBI Branch Payment” ઓપ્શન દ્વારા કોઈપણ SBI બ્રાન્ચમાં ભરી શકાશે.