ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એનડીએ સરકાર રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા પ્રતિબધ્ધ છે :પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન- NDA રાષ્ટ્રની પ્રગતિને આગળ વધારવા, ગરીબ અને અનુસુચિત જાતીના લોકોને સશક્તિકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. ચંદીગઢમાં NDAના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, શ્રી મોદીએ જણાવ્યું હતું કે આ બેઠકમાં તેમણે સુશાસન અને લોકોના જીવનધોરણના સુધારણા પર વિસ્તૃત ચર્ચા કરી હતી.
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ અને ગૃહમંત્રી અમિત શાહની સાથે NDA ગઠબંધનના લગભગ 17 મુખ્ય મંત્રી અને 18 નાયબ મુખ્યમંત્રીએ બેઠકમાં ભાગ લીધો હતો.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડાએ કહ્યું હતું કે બિન-કોંગ્રેસી સરકારની આ પ્રથમ બેઠક છે જેમાં તમામ પક્ષોએ હાજરી આપી હતી અને કુલ છ ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ