એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી. જેનાથી અબુ ધાબી અને દુબઈ વચ્ચેનું અંતર માત્ર 30 મિનિટમાં કાપી શકાશે. આ ટ્રેન 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડશે, જે મુસાફરીના સમયમાં ઘટાડો કરશે, તેમજ અબુ ધાબી અને દુબઈ વચ્ચે જોડાણ વધારશે.
એતિહાદ રેલવે મુજબ આ પહેલ આગામી 50 વર્ષોમાં UAEના GDPમાં 145 બિલિયન દિરહામનું યોગદાન આપશે. આ નવી હાઇ-સ્પીડ ટ્રેન અગાઉ જાહેર કરાયેલી એતિહાદ રેલ પેસેન્જર સેવાથી અલગ છે, જે યુએઈની માલવાહક ટ્રેનો જેવું જ નેટવર્ક ધરાવે છે.
Site Admin | જાન્યુઆરી 24, 2025 2:09 પી એમ(PM) | દુબઈ
એતિહાદ રેલવે દ્વારા ગઈકાલે અબુ ધાબી અને દુબઈ માટે હાઇ-સ્પીડ ટ્રેન પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવી
