ઇટાલીના તુરીનમાં રમાઈ રહેલી એટીપી ટેનિસ સ્પર્ધાની ફાઇનલ મેચમાં ભારતીય ખેલાડી રોહન બોપન્ના અને તેમના ઓસ્ટ્રેલિયન સાથી ખેલાડી મેથ્યુ એબ્ડેન આજે તેમના અભિયાનની શરૂઆત કરશે. આ જોડી મેન્સ ડબલ્સમાં ઇટાલિયન ખેલાડી એન્ડ્રીયા વાવાસોરી અને સિમોન બોલેલીની જોડી સામે રમશે. મેચ રાત્રે 10 વાગીને 20 મિનિટે શરૂ થશે.
આ જોડી આવતીકાલે બીજી મેચમાં, અલ સાલ્વાડોરના માર્સેલો અરેવાલો અને ક્રોએશિયાના મેટ પેવિકનો સામનો કરશે, અને બુધવારે રમાનારી છેલ્લી મેચમાં કેવિન ક્રાવિત્ઝ અને ટિમ પુટ્ઝની જર્મન જોડી સામે રમશે. દરેક ખેલાડી અથવા ટીમ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં પણ રમશે. આ પછી જૂથમાંથી ટોચના બે ખેલાડીઓ અથવા ટીમો સેમિફાઇનલમાં પહોંચશે.
Site Admin | નવેમ્બર 11, 2024 2:17 પી એમ(PM)