રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું છે કે એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે. ગાંધીનગર ખાતે એક કાર્યક્રમમાં પત્રકારો સાથે વાતચિત કરતાં આરોગ્ય મત્રીએ કહ્યું હતું કે આ વાઇરસથી ગભરાવવાની કોઇ જરૂર નથી. તાવ, શરદી કે ખાંસી અને ગળામાં દુખાવો હોય તો તેવા વ્યક્તિઓથી દૂર રહેવાની પણ આરોગ્ય મંત્રીએ સલાહ આપી છે.
Site Admin | જાન્યુઆરી 10, 2025 4:38 પી એમ(PM) | રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે
એચએમવીપી વાઇરસ ચેપી છે જેને કારણે તકેદારી રાખવાની જરૂર છે :રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
