‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત 17 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં બીજા ક્રમે રહ્યું છે. ‘એક પેડ મા કે નામ’ અભિયાન વિશે માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ આમ જણાવ્યું હતું. શ્રી બેરાએ ઉમેર્યું કે આ અભિયાન હેઠળ ભારતે અત્યાર સુધીમાં કુલ 121 કરોડથી વધુ વૃક્ષો વાવીને નવો રેકોર્ડ સ્થાપ્યો છે. જેમાં સૌથી વધુ 39 કરોડ વૃક્ષારોપણ સાથે ઉત્તરપ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. વધુ વિગતો આપતા વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં સૌથી વધુ 2 કરોડ 94 લાખ વૃક્ષારોપણ સાથે કચ્છ જિલ્લો પ્રથમ રહ્યો છે. આ સિવાય વન્યજીવો માટે મહત્વપૂર્ણ એવી ‘મિષ્ટી’ યોજના હેઠળ છેલ્લાં બે વર્ષમાં 19 હજાર 20 હેક્ટર વિસ્તારમાં મેન્ગ્રૂવ વાવેતર સાથે ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે છે.
Site Admin | માર્ચ 1, 2025 2:28 પી એમ(PM)
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત દેશમાં બીજા ક્રમે રહ્યું
