‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે. આ અભિયાનમાં સમગ્ર રાજ્યની આંગણવાડીઓમાં કુલ 3.15 લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં સેક્ટર-3A ન્યૂની આંગણવાડીના બાળકો સાથે વૃક્ષ વાવીને આ અભિયાનનો પ્રારંભ કર્યો હતો.
શ્રી પટેલે આ અભિયાન હેઠળ ગુજરાતમાં વન વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગો દ્વારા સપ્ટેમ્બર-2024 સુધીમાં 12.20 કરોડ અને માર્ચ-2025 સુધીમાં 17 કરોડ વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.
Site Admin | ઓગસ્ટ 5, 2024 3:26 પી એમ(PM) | એક પેડ મા કે નામ | મુખ્યમંત્રી | વૃક્ષારોપણ
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત રાજ્યભરની 53 હજાર 65 આંગણવાડીઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે
