એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત હાલોલ નગરપાલિકા અને પંચમહાલ ફોરેસ્ટ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતની નગરપાલિકાઓમાં વૃક્ષની દુર્લભ પ્રજાતિ કૃષ્ણવડ ઉગાડવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અભિયાન અંતર્ગત 26મી જાન્યુઆરી સુધીમાં રાજ્યની તમામ 157 નગરપાલિકાઓમાં વૃક્ષારોપણ કરવામાં આવશે અને કૃષ્ણવડ જેવી લુપ્તપ્રાય પ્રજાતિનું સંરક્ષણ કરાશે. ઉલ્લેખનીય છે કે આ વડમાં અનેક ઔષધિય ગુણો હોવાથી તે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. ચર્મ, દાંતના, પેટના રોગો, તેમજ ડાયાબિટીસ વગેરેના નિવારણ માટે પણ આ વડ ખૂબ જ ઉપયોગી છે.
Site Admin | નવેમ્બર 21, 2024 7:51 પી એમ(PM)