એક દેશ એક ચુંટણી સંબંધિત બે ખરડા માટે રચાયેલી સંયુક્ત સંસદીય સમિતિ ની પ્રથમ બેઠક નવી દિલ્હીમાં ચાલી રહી છે. આ બિલોને સત્તાવાર રીતે બંધારણ બિલ, 2024 અને કેન્દ્રશાસિત પ્રદેશોના કાયદા (સુધારા) બિલ, 2024 તરીકે નામ આપવામાં આવ્યું છે.
પત્રકારો સાથે વાત કરતા, સમિતિના અધ્યક્ષ, બીજેપી સાંસદ, પીપી ચૌધરીએ કહ્યું કે, જ્યાં સુધી પ્રક્રિયાનો સંબંધ છે, સમિતિ તમામ હિતધારકોને સાંભળવાનો પ્રયાસ કરશે. બેઠક દરમિયાન, કાયદા અને ન્યાય મંત્રાલયના પ્રતિનિધિઓ સભ્યોને સૂચિત કાયદાઓની જોગવાઈઓ વિશે માહિતી આપશે. 39 સભ્યોની સમિતિમાં લોકસભામાંથી 27 અને રાજ્યસભાના 12 સભ્યો છે. સમિતિ આગામી સંસદ સત્રના છેલ્લા સપ્તાહના પ્રથમ દિવસે પોતાનો અહેવાલ સુપરત કરશે. આ પેનલમાં ભાજપના નેતાઓ પીપી ચૌધરી, અનુરાગ સિંહ ઠાકુર અને પરષોત્તમ રૂપાલા, કોંગ્રેસના નેતાઓ પ્રિયંકા ગાંધી અને મનીષ તિવારી, ટીએમસીના કલ્યાણ બેનર્જી, એનસીપી (એસપી)ના સુપ્રિયા સુલે સહિત લોકસભાના અન્ય સભ્યોનો સમાવેશ થાય છે.
રાજ્યસભામાંથી ઘનશ્યામ તિવારી, ભુવનેશ્વર કલિતા અને ભાજપના કે. લક્ષ્મણ અને કોંગ્રેસના રણદીપ સિંહ સુરજેવાલા અને મુકુલ વાસનિક અને JDUના સંજય કુમાર ઝા અને YSR કોંગ્રેસના વી. વિજયસાઈ રેડ્ડી સહિત સંયુક્ત સંસદીય સમિતિના સભ્યો છે.
Site Admin | જાન્યુઆરી 8, 2025 2:52 પી એમ(PM)