એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ થઈ છે. આજે વહેલી સવારે 1 હજાર 873 શ્રદ્ધાળુઓનું વધુ એક જૂથ જમ્મૂના ભાગવતીનગર યાત્રી નિવાસ બેઝ કૅમ્પ ખાતેથી અમરનાથ ગુફા માટે રવાના થયું હતું. આ શ્રદ્ધાળુઓ 69 જેટલા વાહનોના ફાફલામાં નીકળ્યા છે. જેમાં 1 હજાર, 579 પુરૂષો, 202 મહિલાઓ, 65 સાધુ અને 27 સાધ્વીઓ સામેલ છે.
Site Admin | ઓગસ્ટ 6, 2024 2:41 પી એમ(PM) | અમરનાથ યાત્રા
એક દિવસ સ્થગિત કરાયા બાદ અમરનાથ યાત્રા રાબેતા મુજબ પુન: શરૂ
